ઝાલોદ AAPપાર્ટી અનેઆદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચૈતરવસાવાને જેલમાંથી મુક્ત કરવા CMશ્રીનેલેખિત રજૂઆત

ઝાલોદ મુવાડા ચોકડી ખાતે આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજના આગેવાનો ચૈતર વસાવાને સમર્થન આપવા એકત્રિત થયેલ હતા. થોડા દિવસ પહેલાં જ દેડિયાપાડાના ધારાસભ્ય તેમજ આદિવાસી સમાજના ન્યાય માટે લડતાં ચૈતર વસાવાને નર્મદા પોલિસ દ્વારા જેલમાં બંધ કરી કરી દીધેલ છે તેને લઈ આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળેલ છે.
આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આદિવાસી સમાજના ન્યાય માટે લડતાં ચૈતર વસાવાને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહેલ છે અને આદિવાસી સમાજના અવાજને બંધ કરવા હાલની ભાજપ સરકાર પ્રયત્ન કરી રહેલ છે ચૈતર વસાવા કાયમ આદિવાસી સમાજ સાથે ઉભા રહી તેમના હક અને અધિકારની લડાઈ લડતા આવેલ છે તેથી ભાજપના નેતાઓના ઈસારે ચાલતી પોલિસ દ્વારા ખોટા કેસ કરી , પ્રજાને ગેરમાર્ગે દોરી ચૈતર વસાવાના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહેલ હોવાના આક્ષેપ ઝાલોદ આપ પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસીયા અને આદિવાસી સમાજના આગેવાન જયેશ સંગાડા દ્વારા કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના આવાજ બની લડાઈ લડી રહેલા ચૈતર વસાવાના અવાજને દબાવવામાં આવતા આદિવાસી સમાજ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમા રોષ વ્યાપેલ છે. આદિવાસી સમાજના નેતાને જો જલ્દી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આખા ગુજરાતમાં વ્યાપક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી. ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા ચૈતર વસાવાને જલ્દી થી જેલ મુક્ત કરવામાં આવે તેવી મુખ્યમંત્રી પાસે લેખિત આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી


