“વન નેશનલ વન ઇલેક્શન” હેઠળ ધારાસભ્ય મહેશ ભુરીયા ની અધ્યક્ષતા હેઠળ યોજાઇ મીટીંગ
જો વન નેશન વન ઇલેક્શન લાગુ થાય તો દેશના નાણાનો બચાવ થાય અને તે બચત થયેલ નાણાં થી દેશનો વિકાસ થાય : ધારાસભ્ય મહેશ ભૂરીયા

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે આવેલ સભાખંડમાં આજરોજ 11-07-2025 શુક્રવારના રોજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓના માર્ગદર્શન માટે 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ એક વન નેશન વન ઇલેક્શન અન્વયે એક મીટિંગનુ આયોજન બપોરે 01:00 વાગે કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કહ્યું હતું કે હાલમાં ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે વન નેશન વન ઇલેક્શનનો મતલબ આખા ભારતમાં એક સાથે ચૂંટણીઓ યોજાવી જોઈએ. ભાજપની મોદી સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપેલ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સમિતિએ આ અંગે રિપોર્ટ સોંપેલ હતો. આ રિપોર્ટ મુજબ લોકસભા વિધાનસભાની ચૂંટણી એક સાથે, 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાય. આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે તો તેનાથી કરોડો રૂપિયાની બચત થઇ શકે છે. જો એક રાષ્ટ્ર એક ચૂંટણીનુ સૂત્ર જો સાર્થક થાય તેનાથી નાણાં તો બચે જ છે પણ સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખર્ચ ઓછો થાય છે. ધારાસભ્ય મહેશ ભૂરીયાએ કહ્યું કે સમાજના શિક્ષિત વર્ગ જો પૂર્ણ રીતે સમર્થન આપે તો આ ક્રાંતિકારી પગલું રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવશે.
આજની યોજાયેલ વન નેશન વન ઇલેક્શન અંતર્ગત યોજાયેલી મીટીંગમાં ધારાસભ્ય મહેશ ભૂરીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો, સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા


